વાંકાનેરમાં તમારા ખાતામાં ભૂલથી રકમ ટ્રાન્સફર થઇ ગયાનું કહીને રૂ ૪૮ હજારની છેતરપીંડી

            વાંકાનેર તાલુકાના ગારીયા ગામમાં રહેતા વૃદ્ધને ફોન કરી તમારા ખાતામાં ભૂલથી રકમ ટ્રાન્સફર થઇ ગઈ છે મારા દીકરાનું અકસ્માત થયો છે પૈસાની જરૂર છે કહીને રૂ ૪૮ હજાર બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

            વાંકાનેર તાલુકાના ગારીયા ગામના રહેવાસી અશોકસિંહ જોરૂભા જાડેજા (ઉ.વ.૫૮) મોબાઈલ નંબર ૯૨૦૪૨ ૭૩૨૧૪ ના ધારક તથા તપાસમાં ખુલે તે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ મોબાઈલથી ફરિયાદી અશોકસિંહના નંબર પર ફોન કરી જણાવ્યું કે હું તમને ઓળખું છું અને તમારા ખાતામાં ભૂલથી રૂ ૪૮,૦૦૦ આવી ગયા છે તેવી ખોટી હકીકત જણાવી હતી અને ખોટા પૈસા જમા થયા હોય તેવા મેસેજ મોકલી નામ સરનામું આપી વિશ્વાસમાં લીધા હતા

            બાદમાં મારા દીકરાને અકસ્માત નડ્યો છે અને રૂપિયાની જરૂર છે કહીને રૂ ૨૦,૦૦૦ અને રૂ ૨૮,૦૦૦ મળીને કુલ રૂ ૪૮ હજાર મોબાઈલ નંબર ૯૨૨૯૯ ૫૮૫૦૧ ઉપર ફોન પે કરાવી મેળવી લઈને વિશ્વાસઘાત છેતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.