મોરબીમાં સરદાર પટેલની ૧૫૧ મી જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે રંગોળી સ્પર્ધા યોજાશે 

 

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર )  ગાંધીનગર” દ્વારા માન્ય “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં  “31 ઑકટોબર”  એટલે “સરદાર પટેલ ની 151 મી જન્મ  જયંતિ” “રાષ્ટ્રિય એકતા દિવસ” આપણાં ઉત્સવ  , આપણે દ્વાર ” નાં અનુસંધાને “રંગોળી સ્પર્ધા” નું  આયોજન કરવામાં આવ્યું છે.  કેટેગરી મુજબ  ડ્રોઈંગ સીટ માં મનપસંદ કલરથી રંગોળી બનાવવાનું આયોજન કરવાંમાં આવેલ છે

“રાષ્ટ્રીય એકતા દિવસ” ની રંગોળી સ્પર્ધા માં ભાગ લેવાં સ્પર્ધકોએ  કેટેગરી મુજબ આપેલ માપ સાઈઝની ડ્રોઈંગ સીટ  માં રંગોળી બનાવી મનપસંદ કલર પુરી તેનો ફોટો પાડી નીચે આપેલ ગમે તે એક વૉટસપ નં. 98249 12230 / 97279 86386 પર તા. 31 /10 / 2026 સાંજે 6:00 સુધીમાં મોકલી  આપો

 

※ કેટેગરી:-1 ધો:- 1, 2, 3, 4  માટે

☆ કે-1 “રંગોળી સ્પર્ધા ”  1 × 1 ફુટ  સાઈઝ  કાગળ માં બનાવો

※ કેટેગરી:-2 ધો:- 5, 6, 7, 8 માટે

☆ કે:-2 “રંગોળી સ્પર્ધા” 1.5 × 1.5 ફુટ સાઈઝ કાગળ માં બનાવો.

※ કેટેગરી:-3 ધો :-9, 10, 11, 12  માટે

☆કે:-3 “રંગોળી સ્પર્ધા”  2 × 2 ફુટ સાઈઝ કાગળ માં બનાવો.

※ કેટેગરી:-4 કૉલેજ સ્ટૂડન્ટ, શિક્ષકશ્રીઓ, તજજ્ઞો તથા વાલીશ્રીઓ

કે-4  “રંગોળી સ્પર્ધા”  2 × 2. ફુટ સાઈઝ કાગળ માં બનાવો.

 

આપે દોરેલી રંગોળી “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રુમ નં. 202 મોરબી ખાતે જમા  કરવવાની  રહેશે. રંગોળી સ્પર્ધા નાં બધાં જ સ્પર્ધકો ને પ્રમાણપત્રો તથા શ્રેષ્ઠ રંગોળી માં શ્રેષ્ઠ પસંદ થયેલ ને પ્રમાણપત્રો  સાથે સિલ્ડ આપવા માં આવશે

 

Leave A Reply

Your email address will not be published.