માળિયા નજીક કઈ હોટેલમાં થયું ફાયરીંગ, જાણો અહી?

બનાવની મળતી વિગત અનુસાર ફરિયાદી સુભાબ કતીયાએ પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે આરોપી શરીફ મુસા મોવર રહે માળિયા ગત રાત્રીના ૩:૩૦ કલાકે તેની હોટલ પર આવ્યો હતો જ્યાં આરોપીએ જમવાનું માંગતા તેને જમવાનું નહિ આપતા ઉશ્કેરાયેલા આરોપી સાહેદ પર પોતાની પાસે રહેલ જોટા બંદુક માંથી ફાયરીંગ કરી,ગાળો આપી,જાનથી મારી નાખવાની ધમકી આપી છે.માળિયા પોલીસે આરોપી વિરુદ્ધ ફાયરીંગ તેમજ મારામારીનો ગુન્હો નોધી તપાસ ચલાવી છે,જોકે ફાયરીંગની ધટનામાં કોઈને ઈજા ન થઈ હોવાનું પોલીસના સુત્રો જણાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat