સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પૈજા કાવ્યાએ પ્રથમ સ્થાન મેળવ્યું


મોરબી તાલુકાના બોરિયાપાટી પ્રા. શાળાની ધોરણ–8 ની વિદ્યાર્થીની પૈજા કાવ્યા અવિનાશભાઈ એ સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વિકસિત ભારત 2047 વિષય પર યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી બોરિયાપાટી પ્રાથમિક શાળા અને મોરબી તાલુકાનું ગૌરવ વધાર્યું છે.
તા. 03-10-2026, શનિવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ, ધરમપુર, તા. મોરબી ખાતે યોજાયેલી જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં મોરબી જિલ્લાના તમામ તાલુકાના પ્રથમ ત્રણ નંબર વિજેતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શાળા કક્ષા, ક્લસ્ટર કક્ષા ત્યારબાદ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી પૈજા કાવ્યા અવિનાશભાઈ એ મોરબી તાલુકાનું જિલ્લામાં પ્રતિનિધિત્વ કરી પોતાના અસરકારક વક્તવ્ય, આત્મવિશ્વાસપૂર્ણ રજૂઆત અને ઉત્તમ વક્તૃત્વ કૌશલ્ય દ્વારા પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
કાવ્યાની આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, કુટુંબીજનો તથા મિત્ર વર્તુળ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી કાવ્યાએ સરકારી શાળાનું નામ રોશન કર્યું છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.



