હળવદ રાણેકપર ચોકડી પાસે સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું, એક ઝડપાયો

 

હળવદ રાણેકપર ચોકડી પાસે આવેલ ટ્રુ કેર લક્ઝરીયસ સ્પા નામના બોડી મસાજ સ્પાની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિનો પર્દાફાશ કરી હળવદ પોલીસે એક ઈસમને ઝડપી લીધો છે સ્થળ પરથી રૂ ૩૫ હજારનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો છે

 

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટ્રુ ચોકડી પાસે વિશ્વાસ આર્કેડ મોલમાં આવેલ ટ્રુ કેર લક્ઝરીયસ સ્પા નામના બોડી મસાજ સ્પાની આડમાં બહારના જીલ્લા અને અન્ય રાજ્યમાંથી આવેલ લલનાઓ રાખી ગ્રાહકો બોલાવી શરીર સુખ માનવા માટે સવલતો પૂરી પાડી કુટણખાનું ચલાવતા હોવાની બાતમીને આધારે રેડ કરી હતી હળવદ પોલીસે સ્થળ પરથી સ્પા સંચાલક આરોપી રોહિતજી દલ્સંગજી વાઘેલા રહે લોરવાડા તા. ડીસા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૫૦૦૦ અને મોબાઈલ નંગ ૦૨ કીમત રૂ ૩૦,૦૦૦ સહીત કુલ રૂ ૩૫ હજારની મત્તા કબજે લીધી છે અન્ય આરોપી વિષ્ણુ પ્રતાપ ગોહરીયા રહે કારેલા તા. લખતર સુરેન્દ્રનગર વાળાનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.