

મોરબી તાલુકા પોલીસ ટીમે તળાવીયા શનાળા ગામની સીમમાં બોલેરો મેક્સ ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની ૨૮૫૬ બોટલનો જથ્થો ઝડપી લઈને દારૂ અને બોલેરો વાહન સહીત કુલ રૂ ૧૧.૮૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે બોલેરો ચાલક મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે તળાવીયા શનાળા ગામની સીમમાં થીઓસ સિરામિક બાજુમાં આવેલ અવાવરૂ જગ્યામાં અંધારામાં કોઈ ઇસમ દારૂનો જથ્થો છુપાવી રાખી હેરાફેરી કરવાની પ્રવૃત્તિ કરે છે જેથી ટીમે રેડ કરી હતી સ્થળ પરથી મહિન્દ્રા બોલેરો મેક્સ જીજે ૩૬ વી ૬૮૭૩ મળી આવી હતી અને તલાશી લેતા ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ ૨૮૫૬ કીમત રૂ ૬,૮૪,૬૬૦ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો અને બોલેરો કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૧૧,૮૪,૬૬૦ નો મુદામાલ જપ્ત કર્યો છે બોલેરો ચાલક હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે