

હળવદ પંથકમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઇ જઈને શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરનાર વિધર્મીને કોર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૫-૧૨-૨૩ ના રોજ ફરિયાદીની સગીર વયની ભત્રીજીને આરોપી આદીલ રહીમભાઈ અપહરણ કરી લઇ જઈને અલગ અલગ સ્થળોએ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું અને અઓર્પી જયેશ હરિભાઈએ આરોપી આદિલના કહેવા મુજબ ઇકો ગાડીમાં ભોગ બનનાર અને આરોપી આદીલને લઇ જઈને રહેવાની સગવડ કરી આપી હતી જે કેસ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી આદીલ ઉર્ફે કાળો રહીમ બાવનીયા રહે રાવલીયાવદર તા. ધ્રાંગધ્રા વાળાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ અન્વયે ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ ફટકાર્યો છે તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (૨) (જે) (એન) અન્વયે ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દનાદ તેમજ કલમ ૩૭૬ (૩) અન્વયે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ ફટકાર્યો છે તેમજ પોક્સો કલમ હેઠળ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ દંડ ફટકાર્યો છે
તેમજ આરોપી જયેશ હરિભાઈ રાઠોડને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩ સાથે વાંચતા કલમ ૧૧૪ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે આરોપી જયેશ રાઠોડે ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ ૪૩૭ (એ) મુજબ અપીલ કોર્ટમાં હાજર રહેશે તેની ખાતરી આપતા છ માસના સમયગાળા માટેના રૂ ૧૫,૦૦૦ ના જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા રજુ કરવાનો હુકમ કર્યો છે અને ભોગ બનનારને રૂ ૪ લાખ અને આરોપી દંડની રકમ ભરે તે ૨૫ હજાર શીત કુલ રૂ ૪.૨૫ લાખ વળતર ચુકવવા આદેશ કર્યો છે
હળવદ પોલીસ સ્ટેશનનાં તત્કાલીન પી.આઇ. ડી.એમ.ઢોલની મજબૂત તપાસ અને સરકારી વકીલ નિરજ કારીયા સાહેબની દલીલ આધારે નામદાર કોર્ટ મોરબી દ્વારા 20 વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલ છે.




