મોરબીના પંચાસર રોડ પર ડીમોલીશનનો વિરોધ, વૈકલ્પિક રહેણાંક આપવા માંગ

 

શહેરના પંચાસર રોડ પર તંત્ર દ્વારા આખરી નોટીસ આપી ડીમોલીશન કરવા માટેની તજવીજ હાથ ધરી છે ત્યારે પંચાસર રોડના રહીશોએ આજે વૈકલ્પિક રહેઠાણ/ આવાસ યોજના/પ્લોટ ફાળવણી માટેની માંગ કરવામાં આવી છે

 

મોરબીના પંચાસર રોડ સ્થિત સાવરની પાળ વિસ્તારના રહેવાસીઓએ આજે મ્યુનીસીપલ કમિશ્નરને આવેદન પાઠવી જણાવ્યું છે કે પંચાસર રોડ ખાતે વર્ષોથી વસવાટ કરીએ છીએ હાલ મહાપાલિકા દ્વારા આખરી નોટીસ આપવામાં આવ્યો છે કે એક અઠવાડિયામાં મકાન ખાલી કરી દેવા અન્યથા અંદાજે ૩૦૦ જેટલા મકાનોનું ડીમોલીશન કરવામાં આવશે વિસ્તારમાં મોટાભાગે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો છે જેઓ વર્ષોથી વસવાટ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે મકાન ખાલી કરવાની ફરજ પડતા પરિવારો રસ્તા પર આવી જવાની સ્થિતિમાં છે બાળકોના અભ્યાસ, મહિલાઓની સુરક્ષા, વૃદ્ધો તથા રોજગાર ઉપર ગંભીર અસર પડશે

 

જેથી રહીશોએ પોતાની માંગણીઓ રજુ કરતા જણાવ્યું હતું કે વિસ્તારના તમામ રહેવાસીઓને ડીમોલીશન પૂર્વે યોગ્ય વૈકલ્પિક રહેઠાણ ઉપલબ્ધ કરાવવામાં આવે. સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા અન્ય સરકારી આવાસ યોજનાઓ હેઠળ તાત્કાલિક મકાન ફાળવવામાં આવે. જેમને મકાન ફાળવી સકાય તેમ ના હોય તેને રહેઠાણ માટે ખાલી પ્લોટ ફાળવવામાં આવે અને હાલ જે સરકારી જમીન પર વર્ષોથી રહેઠાણ કરવામાં આવ્યું છે તે જમીન જંત્રીદર મુજબ રકમ લઇ નિયમિત કરવામાં આવે અને વિકલ્પ ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી ડીમોલીશન કામગીરી સ્થગિત કરવામાં આવે તેવી માંગ કરી છે

Leave A Reply

Your email address will not be published.