સાંસદ વિનોદ ચાવડાએ લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાનો પ્રારંભ કર્યો
ભુજથી ચોટીલા-સાળંગપુર, ભુજથી જુનાગઢ-માંગરોળ અને ભુજ-ભાવનગર બસ સેવા



મુસાફરોની સુવિધાને વધુ સુગમ બનાવવા માટે ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ લીલી ઝંડી બતાવી નવી બસ સેવાઓનું પ્રસ્થાન કરાવ્યું હતું
ભુજ-ચોટીલા-સાળંગપુર બસ સવારે ૫ : ૩૦ કલાકે ભુજથી ઉપડશે જે બસ અંજાર, આદિપુર, ભચાઉ, મોરબી વાંકાનેર અને ચોટીલા થઈને સાળંગપુર જશે. ભુજ-જુનાગઢ અને માંગરોળ બસ સેવા સવારે ૮ : ૪૫ કલાકે ઉપડશે જે બસ અંજાર, ગાંધીધામ, મોરબી, રાજકોટ અને જુનાગઢ થઈને માંગરોળ સુધી જશે તેમજ ભુજ-ભાવનગર બસ સેવા સવારે ૮ : ૧૫ કલાકે ઉપડશે જે બસ અંજાર, ગાંધીધામ, ભચાઉ, મોરબી અને રાજકોટ થઈને ભાવનગર પહોંચશે
જે નવી બસ સેવાને પગલે કચ્છ શીત સૌરાષ્ટ્રના વિવિધ શહેરો વચ્ચે મુસાફરી કરતા નાગરિકો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને વધુ સુવિધા મળશે ભુજ અને કચ્છના નાગરિકોને ચોટીલા, સાળંગપુર , જુનાગઢ, માંગરોળ અને ભાવનગર તરફની મુસાફરી માટે સીધી બસ સેવા મળી રહેશે જેથી સમય અને શ્રમની બચત થશે