


રવિવારે આઠમા નોરતે કડવા પાટીદાર કુળદેવી જગત જનની મા ઉમિયાની ભવ્યાતિ ભવ્ય મહાઆરતી યોજાશે. ઉમાધામ આયોજીત મહાઆરતીમાં ઉમિયા પરિવાર વિવિધ સંસ્થાઓ હોદેદારો, પાટીદાર અગ્રણીઓ, ઉપસ્થિત રહેશે.
પાટીદાર ભાઈઓ-બહેનો જોડાશે. બ્રાહમણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, દિવડાઓ પ્રજવલીત કરી મા ઉમિયાની આરતી કરાશે, રંગબેરંગી લાઈટીંગનો ભવ્ય અદભૂત દશ્ય રચાશે. ડોન દ્વારા એલઇડી સ્કિન પર આકાશ માં એનીમેશન સાથે પ્રર્દશીત કરાશે. મા ઉમિયાના મંદિરમાં માતાજીના સ્વરૂપોની ઝાંખી, પુષ્પવર્ષા કરવામાં આવશે. માતાજીની આરતી દરમ્યાન ગ્રાઉન્ડના ખલૈયાઓ તેમજ દર્શકો દ્વારા મોબાઇલની ફફ્લેશ લાઈટ દ્વારા જોડાશે.
સંપૂણ ભકિતમય અદભૂત વાતાવરણ હળવદ ઉમા કન્યા છાત્રાલય ના ગ્રાઉન્ડ પર સર્જાશે.નવરાત્રી મહોત્સવ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે, ત્યારે પાટીદાર ખેલૈયાઓન ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજનને સફળ બનાવવા પાટીદાર યુવા સંગઠન ના યુવાનો ભારે જેહમત ઉઠાવી હતી.
મયુર રાવલ હળવદ


