

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તા. ૩૧ ઓગસ્ટથી તા. ૧૮ સપ્ટેમ્બર સુધીના સમયમાં શહેરમાં આવેલ નાસ્તાની દુકાનો, હોટેલ, મીઠાઈ અને ફરસાણ દુકાનો સહીત ૯૦ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી
મોરબી શહેરના શનાળા રોડ, રવાપર રોડ, નાની વાવડી, મહારાણા પ્રતાપ સર્કલ, નવા બસ સ્ટેન્ડ, એસપી રોડ, મહેન્દ્રઅંગાર ચોકડી, નગર દરવાજા સહિતના સ્થળોએ ફૂડ શાખાની ટીમે ચેકિંગ કર્યું હતું ચેકિંગ કરવામાં આવેલ ૯૦ માંથી ૧૨ પેઢી પાસે લાયસન્સ ના હોવાથી નોટીસ આપવામાં આવી છે તે ઉપરાંત અખાદ્ય ખોરાક જેમાં ગુલાબજાંબુ, ૨ કિલો ભાત, ૪ કિલો મંચુરિયન, ૨ કિલો ફ્રેંચ ફ્રાઈસ, ફ્રેન્કી વાસી ૬ છાસની થેલી અને ૧૦ દૂધની થેલી૨ કિલો વાસી કચોરી વાસી બ્રેડના ૩ પેકેટ ૧ કિલો વાસી ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો



