મોરબી નજીક દારૂના કટિંગ સમયે પોલીસ ત્રાટકી, ૪૬.૮૬ લાખનો દારૂ-બીયરનો જથ્થો જપ્ત

દારૂ-બીયર, ત્રણ ટ્રેક્ટર, બાઈક અને ટ્રક સહીત ૮૧.૧૧ લાખના મુદામાલ સાથે એક ઝડપાયો

 

 

દિવાળીના તહેવાર પૂર્વે મોરબી એલસીબી ટીમે અમરેલી રોડ પર ઇંટોના ભટ્ઠા નજીક દારૂના કટિંગ સમયે રેડ કરી ૫૬૧૬ બોટલ દારૂ અને ૪૬૦૮ બીયરના ટીનનો જથ્થો ઝડપી લઈને ૪૬ લાખથી વધુનો દારૂ તેમજ ટ્રક, ત્રણ ટ્રેક્ટર અને બાઈક સહીત ૮૧.૧૧ લાખનો મુદામાલ જપ્ત કરી એક ઈસમને ઝડપી લીધો છે તો અન્ય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે

 

મોરબી એલસીબી ટીમ નવરાત્રી અને આગામી દિવાળીના તહેવાનોને ધ્યાને લઈને પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી વિસીપરા અમરેલી રોડ ઇંટોના ભઠ્ઠા વાડી વિસ્તારમાં દારૂનો ટ્રક ઉતારી દારૂનું કટિંગ ચાલતું હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી દારૂના કટિંગ સમયે પોલીસની ટીમે રેડ કરતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી એલસીબી ટીમે સ્થળ પરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૬૧૬ બોટલ કીમત રૂ ૪૧,૧૦,૨૮૮ અને બીયર ટીન નંગ ૪૬૦૮ કીમત રૂ ૫,૭૬,૦૦૦ સહીત ૪૬.૮૬ લાખનો દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લીધો હતો

 

દારૂ અને બીયરના જથ્થા ઉપરાંત ટ્રક આરજે ૧૪ જીએચ ૦૩૩૩ કીમત રૂ ૨૫ લાખ, ટ્રેક્ટર ટ્રેલર સાથેના ૩ અને અલગ અલગ કંપનીના ૪ મોટરસાયકલ તેમજ એક મોબાઈલ સહીત કુલ રૂ ૮૧,૧૧,૨૮૮ નો મુદામાલ જપ્ત કરી આરોપી સંદીપ ભૂપત અગેચણીયા રહે મોરબી ૨ વિસીપરા કુંભારવાડા વાળાને ઝડપી લીધો હતો અન્ય આરોપીઓ ટ્રક ચાલક, રોહિત ઉર્ફે બલ્લુ બાબુભાઈ અગેચણીયા અને અક્ષય બાબુભાઈ અગેચણીયા રહે બંને મોરબી વિસીપરા તેમજ ત્રણ ટ્રેક્ટર ચાલક અને ચાર બાઈક ચાલક ઉપરાંત ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી મોકલનાર સહિતના ઇસમોના નામો ખુલતા એલસીબી ટીમે બી ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે અને દિવાળી પર્વ નજીક છે ત્યારે બુટલેગરોએ દિવાળીના તહેવારોમાં દારૂની ખેપ પૂરી પાડવા દારૂ ભરેલ ટ્રક મંગાવ્યો હતો અને દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે મોરબી એલસીબી ટીમે મોરબી અમરેલી રોડ પર મચ્છુ નદીના કાંઠે કટિંગ થાય તે પૂર્વે જ દારૂ-બીયરનો મોટો જથ્થો ઝડપી લીધો હતો

Leave A Reply

Your email address will not be published.