મોરબીના રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબનું અવસાન, રવિવારે મોરબીમાં સ્મશાનયાત્રા
મુંબઈ ખાતે રાજમાતાએ અંતિમ શ્વાસ લીધા, મોરબી ન્યુ પેલેસમાં અંતિમ દર્શન યોજાશે



મોરબીને સૌરાષ્ટ્રનું પેરીસ ઉપમા જેના થકી મળી છે તેવા મોરબીના રાજવી પરિવાર સહીત સમગ્ર મોરબી પંથક માટે આજે શોકનો દિવસ છે મોરબીના રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબે આજે ૯૭ વર્ષની વયે મુંબઈ ખાતે આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા રાજમાતાના દુખદ અવસાનને પગલે મોરબી પંથક શોકમાં ગરકાવ થયું છે
મુંબઈ ખાતે રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબે આજે અંતિમ શ્વાસ લીધા હતા મુંબઈથી ચાર્ટડ પ્લેન મારફત તેમના પાર્થિવ દેહને રાજકોટ થઈને મોરબી લાવવામાં આવશે રવિવારે રાજમાતાની અંતિમ યાત્રા મોરબી ખાતે નીકળશે સવારે ૭ : ૩૦ થી ૧૦ વાગ્યા સુધી મોરબીના ન્યુ પેલેસમાં અંતિમ દર્શન બાદ રાજવી પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે
મોરબીને સૌરાષ્ટ્રનું પેરીસ બનાવનાર રાજવી પરિવારમા નિધન થતા સમગ્ર મોરબીની પ્રજાની આંખો ભીની જોવા મળી રહી છે પ્રજા વત્સલ રાજવી પરિવાર પ્રત્યે આઝાદીના આટલા વર્ષો બાદ પણ મોરબીવાસીઓમાં સમાન આદરભાવ જોવા મળી રહ્યો છે મોરબીમાં કોઇપણ આફત સમયે રાજવી પરિવાર પ્રજાની સાથે ઉભો રહે છે અને આજે રાજમાતાના નિધનથી શોક જોવા મળી રહ્યો છે