મોરબી જિલ્લાના તમામ યોગ કોચ અને ટ્રેનર્સ માટે ગાંધીનગર ખાતે ખાસ મિટિંગમાં હાજર રહેવા અતિ મહત્વપૂર્ણ સૂચના

 

મોરબી જિલ્લાના તમામ યોગ કોચ અને ટ્રેનર્સને જણાવવાનું કે ચેરમેન શીશપાલ રાજપુતની અધ્યક્ષતામાં મોરબી જિલ્લાના તમામ કોચ અને ટ્રેનર્સ માટે આગામી સોમવાર, તા. 19,ઓક્ટોબર 2026ના રોજ ગાંધીનગર ખાતે પ્રત્યક્ષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહત્વપૂર્ણ મીટિંગ અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન માનનીય સ્ટેટ કો-ઓર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી અને ઝોનલ કો-ઓર્ડીનેટર વંદનાબેને રાજાણી દ્વારા ગઈકાલે ઓનલાઇન મીટિંગમાં જોડાયેલ યોગ ટ્રેનર્સ, યોગ કોચ અને અન્ય જવાબદારી વહન કરેલ સર્વેને અપાયેલ.

કોઈ કારણોસર સંર્પકમાં ન હોઈ તો પણ જાહેર રીતે મોરબી જિલ્લાના તમામ કોચ અને ટ્રેનર્સને જાણ કરવામાં આવે છે કે આગામી 19/10/26 સવારે 11:00 વાગ્યે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ખાતે મીટિંગમાં સમયસર હાજર રહી, જૂના કોઈ પ્રશ્નો જેવાકે બાકી માનદ વેતન, કાર્યક્રમના બિલ, ટ્રાવેલિંગ ભથ્થું, કોચ, કો ઓર્ડીનેટરની નિમણુકમાં ગેરરીતિ, સમર કેમ્પ ફાળવણીમાં ભેદભાવ, જૂના કોઈ જવાબદાર સામે ફરિયાદ કે સૂચનો હોઈ, આ ખાસ બોલાવેલ મિટિંગમાં ગાંધીનગર ખાતે દરેક કોચ તેમના દરેક ટ્રેનર્સ ની ટીમ સાથે રૂબરૂમાં લેખિત રજૂઆત કરવા હાજર રહેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જણાવેલ છે.

વંદનાબેન રાજાણીની યાદી અનુસાર મોરબી જિલ્લા ના દરેક યોગ ટ્રેનર અને કોચ સૌની હાજરી અનિવાર્ય છે. સમયનું ખાસ ધ્યાન રાખી અને સમયસર પહોંચી જવા જણાવેલ છે. અંતે સૌ સાથે મળીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગકાર્યને વધુ મજબૂત અને સફળ બનાવીએ તેવો આશાવાદ તેમના દ્વારા વ્યક્ત થયેલ છે.

 

લી. મયુર કારીયા

પૂર્વ મોરબી જિલ્લા કોર કમિટી મેમ્બર, યોગ ટ્રેનર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ

Leave A Reply

Your email address will not be published.