મોરબી નેશનલ હાઈવે પર આખલા સાથે અથડાતા મોટરસાઇકલ ચાલકનું મોત

મોરબીના માળીયા-મોરબી નેશનલ હાઈવે પર લક્ષ્મીનગર ગામ પાસે રામદેવ હોટલની સામે પુરઝડપે મોટરસાઇકલ ચલાવી રહેલ ચાલક આખલા સાથે અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી વિગતો અનુસાર, હિતેશકુમાર મનહરલાલ નિમાવતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના ભાઈ રાકેશભાઈ મનહરલાલ નિમાવત પોતાનું હિરો સુપર સ્પલેન્ડર મોટરસાઇકલ (નં. GJ-36-AH-3609) પુરઝડપે અને બેદરકારીથી ચલાવીને રસ્તા પર અચાનક આવી ગયેલા એક આખલા સાથે અથડાવી દીધું હતું. આ અકસ્માતમાં ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.