મોરબીનાં માતમચોકમાં જુગાર રમતા છ ઝડપાયા

મોરબી સિપાઈવાસ માતમચોક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમી રહેલા છ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સિપાઈવાસ માતમચોક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેડ કરતા રફીક હુશેનભાઈ રાઠોડ, અબ્દુલ કાદરભાઈ સમા, આરીફખા કામસખા ખોરમ, અનવર અહેમદભાઈ પઠાણ, આમદ ભુરાભાઈ દલવાણી અને દિલાવર હશનભાઈ ખોખર જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂપિયા ૧૭,૯૦૦ ની રોકડ રકમ અને ગંજીપત્તાના પાના સહીતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.