

મોરબી જીલ્લા ભાજપ દ્વાર અગસ્ત ક્રાંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત તા. ૧૮ ના રોજ સવારે ૯ કલાકે ટંકારા તાલુકાના વીરપર મુકામે સ્વચ્છતા અભિયાન, રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા તેમજ વિવિધ હોદેદારો અને કાર્યકરો જોડાશે તેમ જીલ્લા ભાજપની યાદીમાં જણાવ્યું છે.