

મોરબી લાયન્સ કલબ ,લાયન્સ કલબ ઓફ કવીન્સ,લાયન્સ કલબ ઓફ નજરબાગ તથા લાયન્સ કલબ ઓફ જ્યુપીટરનાં સયુંકત ઉપક્રમે મોરબી જીલ્લાના માળિયા તાલુકાના હંજીયાસર ગામે પુરપીડિત લોકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં લાયન્સ ડીસ્ટ્રીકટ ગવર્નર હિતેશ ગણાત્રા,વાઈસ ડીસ્ટ્રીકટ ગવર્નર ચંદ્રકાંત દફતરી,ડીસ્ટ્રીકટ ચેરમેન મગનભાઈ સંધાણી,કાન્તીભાઈ બાવરવા,બ્રિજેશ મેરજા,કેસુભાઇ દેત્રોજા,ભીખાભાઈ લોરિયા,તુષારભાઈ દફતરી,પી.જી.પટેલ કોલેજના વિધાર્થીઓ અને પ્રો.હિરેન મહેતા,મનીષ પારેખ,અમરશીભાઈ અમૃતિયા,જનકભાઈ,કશ્યપભાઈ સહિત લાયન્સ કલબના સભ્યો હાજર રહ્યા હતા.તેમજ માળિયાના ઇકબાલભાઈ ઝેડા પણ સાથે રહી સહકાર આપ્યો હતો.