હળવદ જુથ અથડામણ મામલે ગુના સબંધે માહિતી આપવા પોલીસની અપીલ

તા.૧૩/૦૭/૨૦૧૭ નારોજ મોરબી જિલ્લાના હળવદ નજીક દરબાર અને ભરવાડ જ્ઞાતી વચ્ચે જુથ અથડામણ થયેલ હતી. જે જુથ અથડામણમાં દાખલ થયેલ ગુનાઓની તટસ્થ અને બનાવ સબંધી વિગતવાર તપાસ કરવા માટે ગુજરાત સરકારના ઠરાવ ક્રમાંક વી.૧/ક.અ.વ./૧૦૨૦૧૭/૩૦૦૭. તા.૨૪/૦૭/૨૦૧૭ ના હુકમ અન્વયે તપાસ દળ (એસ.આઇ.ટી.)ની નીચે મુજબના અધિકારીઓની નિમણુંક કરવામાં આવેલ છે.

  • મોહન ઝા, અધિક પોલીસ મહાનિર્દેશક(વહીવટ) ગાંધીનગર. અધ્યક્ષ,
  • ડી.એન.પટેલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ.સભ્ય.,
  • આર.વી.અંસારી, પોલીસ અધિક્ષક,અમદાવાદ ગ્રામ્ય. સભ્ય,
  • ડૉ.એમ.કે.નાયક પોલીસ અધિક્ષક, મહિસાગર લુણાવાડા, સભ્ય.

 

ઉપરોક્ત બનાવ સબંધમાં મોરબી જિલ્લામાં નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ છે.

  • હળવદ પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૮૦/૧૭ ઇ.પી.કો. ક.૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૨, ૩૦૭, ૩૨૪, ૪૩૫, ૪૨૭, આર્મ્સ એક્ટ ક.(૨૫)૧ જી.પી.એક્ટ ૧૩૫
  • હળવદ પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૮૧/૧૭ ઇ.પી.કો. ક.૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૬, ૩૩૭, ૪૨૭, ૩૪.

 

ઉપરોક્ત દાખલ થયેલ ગુનાઓ વિશે કોઇ પણ નાગરીક જાહેરમાં કે ખાનગી રીતે ગુના તથા આરોપીઓ સબંધે પુરવા આપવા માંગતા હોય તો નીચેના સરનામે રૂબરૂ અથવા ટપાલ દ્વારા એક માસમાં મોકલી આપવા જણાવવામાં આવે છે.

(૧)  ડી.એન.પટેલ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ.સભ્ય, જામટાવર પાસે, જામનગર રોડ, રાજકોટ, ફેક્સ મેસેજ નં.૦૨૮૧-૨૪૭૪૩૪૧., ઓફીસ નં.૦૨૮૧-૨૪૭૭૫૧૧., કંટ્રોલ રૂમ નં.૦૨૮૧-૨૪૭૪૩૪૧

(૨‌) આર.વી.અંસારી, પોલીસ અધિક્ષક,અમદાવાદ ગ્રામ્ય. સભ્ય, સરખેજ એસ.જી.હાઇવે રોડ અમદાવાદ, ફેક્સ નં.૦૭૯-૨૬૮૯૧૨૨૨., ઓફીસ નં.૦૭૯-૨૬૮૯૦૪૪૦., કંટ્રોલ રૂમ નં.૦૭૯-૨૬૮૯૦૧૮૮, ૨૬૮૯૧૧૬૮ નો સંપર્ક કરી માહિતી કોઇપણ જાતના સંકોચ વગર લેખીતમાં કે મૌખીકમાં રૂબરૂ મળી આપી શકાશે. તેમ પોલીસ અધિક્ષક મોરબી ની યાદીમાં જણાવાયું છે.

 

 

Comments
Loading...
WhatsApp chat