



તા. ૨૦થી ચાર દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવ્યા બાદ મોરબી જીલ્લાનુ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રવિવારે રજાનો દિવસ હોવા છતાં તમામ કચેરીઓ ચાલુ રાખીને જે તે કચેરીના વડાને હેડ ક્વાર્ટર ના છોડવાની સુચના આપી દેવામાં આવી હતી. આજે આગાહી વચ્ચે સવારથી મોરબી શહેર અને પંથકમાં વરસાદ શરુ થયો હતો.જેમાં સાંજના ૪ વાગ્યા સુધીમાં મોરબી જીલ્લામાં મોરબીમાં ૧૯ મી.મી., ટંકારામાં ૩૨ મી.મી.,હળવદમાં ૧૪ મી.મી.માળીયામાં ૩ મી.મી અને વાંકાનેરમાં ૧૨ મી.મી. વરસાદ નોંધાયો છે.

