

મોરબી એલસીબી ટીમે આજે બાતમીને આધારે એલ.ઈ. કોલેજ રોડ પર કળા કલરના એકટીવા મોટરસાયકલ નં જીજે ૦૩ જેકે ૪૩૭૫ ની ડેકીમાંથી અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઈલ ફોન નંગ ૩૮ કીમત રૂપિયા ૧,૬૭,૫૫૦ મળી આવતા આરોપીઓ પાસે ફોનના બીલ માંગતા તેની પાસે બીલ ના હોવાથી મોબાઈલ ચોરીથી કે છળકપટથી મેળવ્યા હોય આરોપી અશ્વિન મગન મકવાણા રહે રાજકોટ, શૈલેશ ભરવાડ રહે. બાબરા જી. અમરેલી અને કૌશિક જીતેન્દ્ર બાવાજી રહે. જસદણ તા. રાજકોટ એ ત્રણની ૪૧ ૧ ડી મુજબ અટકાયત કરી મોબાઈલ તેમજ એકટીવા મળીને ૨,૦૭,૫૫૦ નો મુદામાલ સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે. આરોપીએ મોબાઈલ ફોન રાજકોટ, મોરબી, શાપર-વેરાવળ તેમજ અમરેલી જીલ્લાની મોબાઈલની દુકાનમાંથી છેતરીને મેળવ્યા હોવાનું એલસીબી ટીમને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.