

લુંટાવદર ગામના રહેવાસી યુવાનનું બાઈક બંધ પડી જતા ગામના પાટિયા પાસે રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના લુંટાવદર ગામે રહેતા અલ્પેશ દેવશીભાઈ વેરણ (ઉ.વ.૩૦) નામના યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૦૧ ના રાત્રીના ૧૨ : ૩૦ થી તા. ૦૨ ના ૧૦ વાગ્યા દરમિયાન આઈઆડીઊ બાઈક જીજે ૩૬ એએ ૭૮૪૪ કીમત રૂ ૨૦ હજાર વાળું બાઈક લુંટાવદર ગામના પાટિયા પાસે બસ સ્ટેશન સામે બંધ પડી જતા મુક્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે