મોરબી માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૦૪ બેઠકો માટે મતદાન શરુ
કુલ ૧૪ બેઠકો માટે ૨૫ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ, ૧૫૫૮ મતદારો કરશે મતદાન


મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો અને વેપારી વિભાગની ૦૪ બેઠકો મળીને કુલ ૧૪ બેઠકોની ચુંટણી માટે સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવી રહ્યું છે સહકાર પેનલ અને ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી સકે છે ખેડૂતોના વિરોધ વચ્ચે ભાજપના કબ્જાવાળા યાર્ડનો ગઢ જીતવા ખેડૂત પરિવર્તન પેનલે એડી ચોટીનું જોર લગાવ્યું હતું હવે મતદારો કોના પર પસંદગીનો કળશ ધોળે છે તે કાલે પરિણામો જાહેર થાય ત્યારે જ નક્કી થશે
મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે હવે ૧૯ ઉમેદવારો અને વેપારી વિભાગની ૦૪ બેઠક માટે ૦૬ ઉમેદવારો મેદાનમાં છે મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો માટે ૧૫૦૭ મતદારો છે અને વેપારી વિભાગની ૦૪ બેઠકો માટે ૫૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે મોરબી, માળિયા (મી.) અને ટંકારા તાલુકાની ૧૦૪ મંડળીઓ અને ૧૫૫૮ મતદારો નોંધાયેલા છે યાર્ડની ચુંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને કાલે મત ગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવશે


