

શ્રી કેશવાનંદ બાપુની અસીમ પ્રેરણા અને મહામંડલેશ્વર શ્રી કનકેશ્વરી માતાજીના દિવ્ય આશીર્વાદથી આજે રાત્રે શ્રી ખોખરા હનુમાનજીના પાવન સાનિધ્યમાં એક ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી ખોખરા હનુમાનજી ધામ ભરતનગર – બેલા ખાતે તારીખ ૯ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૯:૩૦ કલાકે શરૂ થનારા આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ કલાકારો કિશોરભાઈ વાઘેલા અને વિજયાબેન વાઘેલા પોતાના સુમધુર સૂરોથી સંતવાણી તથા ભજનોની જમાવટ કરશે. જેનો લાભ લેવા અને પ્રભુ ભક્તિમાં લીન થવા માટે સમસ્ત ધર્મપ્રેમી જનતા તથા ભક્તજનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.