


ટંકારા નજીક જડેશ્વર-વાંકાનેર રોડ પર આવેલ ભીમેશ્વર મહાદેવ મંદિરે સવંત 2073 તા.૨૫ને રવિવારના રોજ પૂજ્ય સંત શ્રી હરિદાસ ગુરુજી દયાલદાસજીના સાનિધ્યમાં નો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્ય મહેમાન તરીકે સંત શ્રી કૃપલાનંદજી આનદ આશ્રમ દિવ્ય શક્તિધામ,સંત શ્રી દામજી ભગત નકલંક મંદિર-બગથળા,સંત શ્રી પ્રભુચરણ દાસજી પ્રભુચરણ આશ્રમ-કલ્યાણપર,પંચાયત મંત્રી જયંતીભાઈ કાવડિયા,સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા,ધારાસભ્ય મોરબી-માળિયા કાન્તિલાલ અમૃતિયા,ધારાસભ્ય ટંકારા-પડધરી ભાવનજીભાઈ મેતલિયા,પૂર્વ વી.એચ.પી. સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ રમણીકભાઈ સવસાણી,ઉપપ્રમુખ સીદસર ઉમિયા માતાજી મંદિર જેરામભાઈ વાંસજાળીયા,પૂર્વ ચેરમેન એક.ટી.નિગમ ગુજરાત રાજ્ય બાબુભાઈ ઘોડાસરા તેમજ ગુજરાત રાજ્ય આધોગિક ફેડરેશન અમદાવાદ કાંતિભાઈ લકુમ ઉપસ્થિત રહેશે.આ ધાર્મિક પ્રસંગે સર્વે ભક્તજનો ને ઉપસ્થિત રહેવા પ્રમુખ શ્રી પ્રભુચરણ આશ્રમના શ્રી હરિદાસજી ગુરુજી શ્રી દયાલદાસજી શ્રી હંસરાજબાપા હાલપરાએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.