હડમતિયા ગામે યોજાયેલ “ગ્રામસભા” માં એકપણ પ્રશ્નનો નિકાલ ન થતા ગ્રામજનો હોબાળો મચાવ્યો

સુત્રોમાંથી મળતી વિગત મુજબ ટંકારાના હડમતિયા ગામમાં રાજય સરકાર દ્વારા ગ્રામસભા યોજાયેલ આ સભામાં ટંકારા તાલુકા મામલતદાર બી.અેસ. પટેલ , ટંકારા તાલુકા પંચાયત ઉપપ્રમુખ જીવણસિંહ ડોડીયા, સરપંચ  રાજાભાઈ માલાભાઈ ,  તલાટી કમમંત્રી તથા ગ્રામજનો તેમના પ્રશ્નો લઈને હાજર રહ્યા હતા.આ સભામાં હડમતિયા ગામના સર્વે નંબરમાં આવતી બિનખેતી કર્યા વિનાની જમીનમાં પ્રદુષણ ઓકતી સાબુની ફેકટરી બંધ કરાવવાં આજુબાજુના ખાતેદારોઅે મામલતદાર રજુઆત કરતા જવાબમાં આ ફેકટરી અમારા અંડરમાં નહી પણ પ્રદુષણ વિભાગને રજુઆત કરવા કહ્યું હતું. આ બાબતે પ્રદુષણ વિભાગને પણ ખાતેદારોઅે લેખિત જાણ કરેલ છે. ત્યારબાદ સસ્તા અનાજ પુરવઠા બાબતે અેન.અેફ.અેસ.અે. (નેશનલ ફ્ર્રુડ સિક્યોરીટી અેકટ) હેઠળ મળતા રાશન માટે લાભથી વંચિત રહી ગયેલ લાભાર્થીઅોઅે કરેલ અરજીઓ પણ પુરવઠા કચેરીમાં ધુળ ખાય છે તેનો નિકાલ પણ 12 માસ વિતવા છતા આવેલ નથી.તેમજ જુના ગામની સનદ, વાડા પ્લોટ, ઉકરડા, કબ્જા હકની જમીન, ઉજજવલા યોજના તળે મળતા ગેસ સિલિન્ડર, બી.પી.અેલ. સગર્ભા નારીઅોને મળતા લાભ, લજાઈથી જડેશ્વર સુધીના બિસ્માર રોડનો પ્રશ્ન, ગામનો પાણી પ્રશ્ન, ગામના સીમતળ રસ્તાઅોના દબાણના પ્રશ્ન, ગામતળના વર્ષો જુના તળાવનો કોઝવે કરવાનો પ્રશ્ન આવા અનેક વણઉકેલ પ્રશ્નનો ઉકેલ નહી આવતા ગ્રામજનો હોબાળો મચાવી સભા છોડી જતા રહ્યા હતા. આવી અનેકવાર ગ્રામસભા થઈ છે અને આજ પ્રશ્નોની રજુઆત કરવામાં આવે છે પણ આજ સુધી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં તંત્ર સદાય નિષ્ફળ રહ્યું છે આ બાબત સત્ય હકીકત જાણવા માટે  મામલતદાર નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમનો કોલ રીસીવ જ નોતો થયો  
Comments
Loading...
WhatsApp chat