મોરબીમાં ત્રણ સ્થળે વેટ વિભાગના દરોડા

લાખોની કર ચોરી ઝડપી

જીએસટીની અમલવારી પૂર્વે જ વેટ વિભાગ દ્વારા ત્રણ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં ૨ સ્થળે તપાસ પૂર્ણ થતા તેમાંથી ૧૨ લાખ ૭૭ હજારની વેટચોરી ઝડપાઈ છે.વેટવિભાગના ડે.કમિશનર હિતેશ વર્મા સહિતની ટીમે રાજકોટ અને મોરબીની એક પેઢી એમ મળીને કુલ ત્રણ સ્થળે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો.તપાસના અંતે એસ.વી.પેકેજીંગ નામની પેઢીમાંથી રૂ.૫ લાખ ૦૭ હજાર અને ગ્લોકીન કોટેક્સ માંથી ૭ લાખ ૭૦ હજારની વેટચોરી પકડવામાં આવી હતી તથા અન્ય પેઢીમાં હજુ તપાસ ચાલુ છે.ઉલ્લેખનીય છે કે લાંબા સમયબાદ વેટ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તેમજ લાખો રૂપિયાની વેટ ચોરી ઝડપી છે.

Comments
Loading...
WhatsApp chat