

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા ૫.૧૦ લાખની કિમતના ૩૧ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત સોપ્યા હતા
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ જે ડી સરવૈયાના માર્ગદર્શન હેઠળ અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા પોલીસ મથકના દેવાયતભાઈ રાઠોડ દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કર્યું હતું જેના પરિણામ સ્વરૂપ ૩૧ મોબાઈલ શોધી કાઢવામાં સફળતા મળી હતી પોલીસે ઓપો, વિવો, વન પ્લસ, રીયલ મી, સેમસંગ સહિતની કંપનીના ૩૧ મોબાઈલ કીમત રૂ ૫,૧૦,૦૦૦ નો મુદામાલ શોધી અરજદારોને પરત સોપ્યો હતો અને પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી

