

ટંકારા પોલીસે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઈન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ અને લાજપોર સુરત જેલ હવાલે કરવામાં આવ્યા છે
ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર સ્વપ્નીલ ખરે દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપી વશરામભાઈ નારણભાઈ સાટકા રહે ગઢડા તા. પડધરી અને ધર્મેન્દ્ર નાગજી ફાંગલીયા રહે વાછ્કપર તા. ટંકારા વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જેથી ટંકારા પોલીસની બે ટીમો બનાવી વશરામભાઈ નારણભાઈને તેના મકાન ખાતેથી ઝડપી લઈને તેમજ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો નાગજી ફાન્ગ્લીયાને હીલોળ તા. દેહગામ ગાંધીનગરથી ઝડપી લઈને પાસા એક્ટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ અને લાજપોર જેલ સુરત હવાલે કરવામાં આવ્યા છે


Comments are closed.