મોરબી પી.જી.પટેલનું પ્રેરણાદાયી કાર્ય

ચાલુ વર્ષ દરમિયાન બી.કોમ. અભ્યાસ ક્રમમાં એડમીશન લેનાર પરમાર શૈલેશ નરશીભાઈનું થોડા દિવસ આગાઉ કામધેનું પાર્ટી પ્લોટ પાસે ટ્રક હડફેટે મૃત્યુ થયું હતું.જેથી કોલેજના તમામ વિધાર્થીઓ દ્વારા ૨ મીનીટનું મૌન પાળી મૃતક વિધાર્થીને શ્રદ્ધાંજલિ આપવામાં આપી હતી.ઉપરાંત આજ રોજ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની સુચનાથી ઉપરોકત વિધાર્થીના વાલી નરશીભાઈને કોલેજે બોલાવીને કોલેજમાં ભરેલી તમામ ફી પરત આપવામાં આવી તથા સંસ્થાના પ્રિન્સીપાલ ડો.રવીન્દ્ર ભટ્ટએ યુનીવર્સીટીમાંથી મળતી વિમાની સહાય માટે વાલીને જરૂરી માર્ગદર્શન આપી ડોક્યુમેન્ટ મંગાવીને વીમા ફોર્મની વિધિ માટે વિધિ કરી મદદ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat