



વાંકાનેરના કણકોટ ગામના રહેવાસી કોળી પરિવારની ૧૬ વર્ષની સગીરાનને તેના જ ગામના આરોપી જીવરાજ ઉર્ફે હકો નાથાભાઈ કોળી અને મુકેશ ખીમાભાઈ દેવીપૂજક રહે-રતીદેવડીએ લગ્ન કરાવવાની લાલચ આપી ધમકી આપી મરજી વિરુદ્ધ છેલ્લા છ માસથી સગીરા સાથે શરીર સંબંધ બાંધી ગત તા.૫નાં સગીરાને સાંજના ફોન કરીને બોલાવી મુકેશ દેવીપુજકએ લગ્ન કરવાના હેતુથી સગીરાનું અપહરણ કરી અંકલેશ્વર લઇ જઈ મરજી વિરુદ્ધનું કૃત્ય કરીને ધાક ધમકી આપી હતી.જે મુદ્દે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

