

રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાના નવલખી રોડ અને અમરેલી એપ્રોચ રોડના કામ માટે ૧૦૫ લાખની ગ્રાન્ટ મંજુર કરી છે.રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મોરબી જિલ્લાના મોરબી-નવલખી રોડ તથા અમરેલી એપ્રોચ રોડનું કુલ ૩.૨૦ કિલોમીટરનું કામ ૧૦૫ લાખના ખર્ચે મંજુર કરી સૈદ્ધાંતિક મંજૂરી આપવમાં આવી હોવાની માહિતી સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય મોરબી કાંતિભાઈ અમૃતિયા,જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને આપવામાં આવી છે.