Billboard ad 1150*250

રવાપર રોડ પર ૪ યુવાનોને માર મારી લુટ ચલાવનાર ૪ આરોપીઓ પોલીસની ઝપટમાં

0 2,858

ગત તારીખ ૨૦ ના રાત્રીના સમયે જય ખોડીદાસ ઉભડીયા નામનો યુવાન પોતના મિત્રો હિરેન બપોદરીયા ,વિવેક સાણજા અને મયુર પટેલ સાથે રવાપર રોડ પર આવેલ નિર્મલ સ્કુલ નજીકના ગ્રાઉન્ડમાં બેઠો હતો ત્યારે ૩ શખ્સો બાઈક નમ્બર જી.જે.૩૨ ઈ ૬૯૧૫ પર આવી ને અને જય ના ગળા પર છરી રાખી અને તેના બીજા મિત્રોને ઢીકા પાટુનો માર મારી તેમની પાસે રેહલ ૪ મોબાઈલ કીમત રૂપિયા ૩૦ હજાર અને રોકડ રૂપિયા ૧૦ હજાર આમ કુલ મળીને રૂપિયા ૪૦ હજાર ની લુટ ચલાવી નાસી ગયા હતા જેમાં પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરુ કરી હતી વધુમાં મળતી વિગત મુજબ ૪ યુવાનો મેળા જતા હોવાથી તેના મિત્રની રાહ જોતા હતા ત્યારે ત્રણ શખ્સોએ આવીને લુટ ચલાવી નાશી ગયા હતા મોરબી એ.ડીવીઝન પોલીસે તપાસનો દોર વધુ તેજ કરતા આરોપી નીલેય ભુપેન્દ્રગીરી ગોસ્વામી (ઉ.૨૧),જગદીશ વસરામભાઈ ઝાલા (ઉ.૨૩),પ્રકાશ ઉર્ફે રાણા મનુભાઈ બાંભણીયા(કોળી)(ઉ.૧૯) અને રાજેશ સુખાભાઈ દરબાર (ઉ.૧૯)આ ચાર આરોપીં સહીત તેની પાસે રહેલ બજાજ વિક્રાંત મો.સા.જપ્ત કરી તેમજ  જાણવા મળતી વિગત મુજબ આ આરોપીઓ આગાઉ પણ ધણા ગુનાઓ કરે છે અને બધા આરોપી હીરા ધસવાનો ધંધો કરે છેસાતમ-આઠમના તહેવાર નિમિતે મેળામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે આ આરોપીઓને ઝડપીને મોરબી એ.ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat