કોંગ્રેસ દવારા સ્વ.રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિતે સ્વાઇન ફ્લૂથી બચવા માસ્ક નું વિતરણ કરાયું

હાલમાં રાજ્યભરમાં સ્વાઇનફ્લુએ હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકોની સલામતી માટે મોરબી શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વ.વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મદિવસની નિમિતે શનાળા રોડ ખાતે  લોકોને માસ્ક વિતરણ કરી ઉજવણી કરી હતી,લોકોએ પણ જબરો પ્રતિસાદ આપ્યો હતો.

આ તકે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઇ કાવર,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા,કોંગ્રેસ અગ્રણી લલિત કગથરા,ઘનશ્યામભાઈ જકાસણીયા,શહેર કોંગ્રેશ પ્રમુખ રાજુભાઈ કવર ,તાલુકા પંચાયતના હોદેદારો,યુવા કોંગ્રેસના પુષ્પરાજસિંહ જાડેજા,એનએસયુઆઈના દેવેન્દ્રસિંહ,,કાંતિલાલ બાવરવા તથા કોંગ્રેસના પીઢ આગેવાનો હાજર રહ્યા

Comments
Loading...
WhatsApp chat