


મોરબી એસ.આઈ.ટી. ની બેઠક જીલ્લા કલેકટર આઈ.કે.પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં ડીડીઓ એસ.એમ.ખટાણા, આસી. કલેકટર અજય દહિયા, મામલતદાર મગનભાઈ કૈલા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જમીન વિવાદ પ્રકરણના ઉકેલ માટેની એસ.આઈ.ટી ની બેઠકમાં મોરબી જીલ્લાના કુલ નવ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી જેમાં મોરબીના ૫, માળિયાના ૨, તેમજ ટંકારા- હળવદના ૧-૧ પ્રશ્નો સામેલ હોય, નવ પૈકીના ચાર કેસો કોર્ટમાં ચાલુ હોય અથવા અન્ય અપીલ કરેલી હોય તેવા મોરબીના ૨ અને ટંકારા-હળવદના ૧-૧ મળીને ચાર પ્રશ્નો ડ્રોપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જયારે મોરબીના બાકીના ત્રણ અને માળિયાના ૨ પ્રશ્નો યથાવત છે જેની ચર્ચા કરવામાં આવી હતી અને જમીન વિવાદના કેસનો સુખદ ઉકેલ આવે તેવા પ્રયત્નો એસ.આઈ.ટીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.