મોરબી ફાયરની ટીમમાં આધુનિક બાઈક્સ સામેલ

મોરબી શહેરના વધી રહેલા વિસ્તાર અને વસ્તી સાથે ટ્રાફિકનો પ્રશ્ન પણ અજગર ભરડો લઇ રહ્યો છે. આગ જેવા ઈમરજન્સી બનાવોમાં ફાયરની ટીમને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે જેથી મોરબી ફાયરની ટીમમાં તાજેતરમાં ત્રણ નવા બાઈક્સ સામેલ કરવામાં આવ્યા છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ બાઈક્સ નાની આગોના બનાવમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. સાયરન સાથેના બાઈક્સમાં બંને બાજુ આગ પર કાબુ મેળવવા માટેના ૧૦ ૧૦ લીટરના બે બાટલાની સુવિધા ઉપરાંત એરના બાટલાની સુવિધા પણ આપવામાં આવી છે જેથી ઘટનાસ્થળે પહોંચીને આગને પ્રારંભિક તબક્કામાં જ બુઝાવી મોટી નુકશાની થતી અટકાવી શકાશે. ટ્રાફિકને પગલે ફાયરની ટીમને અનેક વખત સ્થળ પર પહોંચવામાં વિલંબ થતો હોય છે જે સમસ્યા પણ બાઈક દ્વારા નિવારી શકાશે અને હવે ભીડભાડવાળા વિસ્તારમાં ફાયરની ગાડી નહિ પરંતુ બાઈક્સ પહોંચીને આગ પર તુરંત કાબુ મેળવી લેશે.

 

Comments
Loading...
WhatsApp chat