મોરબી શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ સહીત ત્રણ મહિલા આગેવાનોના રાજીનામાં

 

મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાનાર છે જેમાં ટીકીટ નહિ મળતા અનેક અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ભાજપના મહિલા મોરચા પ્રમુખ સહિતના ત્રણ મહિલા અગ્રણીઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી ખુલ્લેઆમ બળવો કર્યો હતો અને હવે બંનેએ રાજીનામાં આપી દેતા રાજકારણ ગરમાયું છે

 

મોરબી શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ અલ્પાબેન અજયભાઈ કક્કડે જીલ્લા પ્રમુખને રાજીનામું આપ્યું છે જેમાં જણાવ્યું છે કે તેઓ ભાજપના તમામ પ્રાથમિક અને સક્રિય સભ્ય પદ તેમજ મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પદથી રાજીનામું આપું છું અને રાજીનામું સ્વીકારી તમામ જવાબદારીમાંથી મુક્ત કરવા જણાવ્યું છે

 

તે ઉપરાંત સીમાબેન અશોકભાઈ સોલંકીએ પણ રાજીનામું આપ્યું છે જેમાં જણાવ્યું છે કે તેઓ એક નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે લાંબા સમયથી પક્ષ સાથે જોડાયેલા હતા અને બુથ પ્રમુખ તરીકે હાલ જવાબદારી નિભાવી રહ્યા હતા ચુંટણીમાં મત વિસ્તારની જનતાની લાગણી અને લોકશાહી મુલ્યોને ધ્યાને રાખીને અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડવા નિર્ણય કર્યો હ્ચે જેથી પક્ષના તમામ હોદાઓ, સક્રિય સભ્ય પદ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું અને પત્ર સ્વીકારી તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરવા જણાવ્યું છે રાજીનામાં આપનાર બંને મહિલા આગેવાનોએ વોર્ડ નં ૭ માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે

 

તેમજ વોર્ડ નં ૦૮ ના પૂર્વ કાઉન્સીલર ક્રિષ્નાબેન દસાડીયાએ રાજીનામું આપ્યું છે અને તેઓએ વોર્ડ નં ૦૮ માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચુંટણી લડશે ત્રણેય મહિલા આગેવાનોના રાજીનામાંથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે

Leave A Reply

Your email address will not be published.