મોરબી જીલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૭૮ ઉમેદવારો, મહાપાલિકાની ૫૨ બેઠક માટે ૧૭૭ ઉમેદવારો મેદાને

 

મોરબી જીલ્લા પંચાયતમાં ૦૩ ફોર્મ અને મોરબી મહાનગરપાલિકામાં ૦૪ ફોર્મ પરત ખેંચાઈ ગયા છે હવે જીલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૭૮ ઉમેદવારો મેદાને છે તો મોરબી મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની ૫૨ બેઠક માટે ૧૭૭ ઉમેદવારો મેદાને જોવા મળી રહ્યા છે

આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મોરબી મહાનગરપાલિકામાં ૦૪ ફોર્મ પરત ખેંચાયા છે અને મોરબી જીલ્લા પંચાયતમાં ૦૩ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે મોરબી જીલ્લા પંચાયતની મોટાભાગની બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો મેદાને ઉતાર્યા છે તેમજ મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલ ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ વોર્ડમાં ઉમેદવારો મેદાને ઉતાર્યા છે જેથી ત્રિપાંખીયો જંગ જોવા મળી સકે છે

 

Leave A Reply

Your email address will not be published.