મિત વનિતાબેન રાઠોડનો CBSE ધોરણ 10માં 90% સાથે ગૌરવમય સિદ્ધિ

રાજકોટના કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ ૧૦ના વિદ્યાર્થી મિત વનિતાબેન રાઠોડએ CBSE બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં 90% ગુણ મેળવી શાળા તેમજ સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. મિત રાઠોડ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક અને પીએમશ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં. ૯૩ના આચાર્ય વનિતાબેન રાઠોડના પુત્ર છે. તેમની આ સિદ્ધિ માત્ર પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર દરજી સમાજ માટે ગૌરવની વાત છે. મિતના આ ઉત્કૃષ્ટ પરિણામ પાછળ માતાના માર્ગદર્શન, કઠોર મહેનત અને દૃઢ સંકલ્પનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. શાળા પરિવાર, શિક્ષકમંડળ અને સમાજના આગેવાનો દ્વારા મિત રાઠોડને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને ભવિષ્યમાં વધુ ઊંચાઈઓ સર કરવા શુભેચ્છાઓ પાઠવી છે.

Leave A Reply

Your email address will not be published.