

મોરબી ઉધોગ મા વિકાસ પામતું શહેર છે અને ૭૦૦ થી વધુ સિરામીક ફેકટરી છે જેમાં કીલન આવે છે જેમા સતત આગ હોય છે ત્યારે ગઈ કાલે કંડલા રોડ એક પ્લાસ્ટિક ફેકટરી મા આગ લાગી અને કરોડો નું નુકસાન ગયું તેમાં મોરબી ફાયરબ્રીગેડ ની ફેસીલીટી નો અભાવ સ્પષ્ટ કારણભૂત હતું મોરબી ફાયર બ્રિગેડ પાસે એવી સારી કોઇ ફેસીલીટી જ નથી ત્યારે આ બાબતે તંત્રે જાગવું જરૂરી છે નહીતર ક્યારેક મોટું હોનારત થશે .. અત્યાર સુધી ના આગ લાગવાના કિસ્સામાં મોટાભાગે રાજકોટ થી ફાયરફાયટર આવે ત્યારે જ આગ કાબુમા આવે છે અહીં કે વાંકાનેર બન્ને જગ્યાએ તો ફેસીલીટી ની નામે મીંડુ છે અને તે પણ ફક્ત ૧૫ ઓગષ્ટ કે ૨૬ જાન્યુઆરી મા દેખાડવા માટે જ વપરાતુ હોય તેવું લાગે છે ત્યારે મોરબીના ઇન્ડસ્ટરીઝ વિકાસ પ્રમાણે મોરબીમા સાંમાકાઠા વિસ્તારમાં ફાયર બ્રિગેડ સ્ટેશન ની તાતી જરૂરીયાત છે અને તે પણ ઉચ્ચતમ ટેકનોલોજી સાથે કારણકે દિવસ ના જો ક્યાંય આગ લાગે તો દોઢ બે કલાકે તો ટ્રાફીક મા તે બનાવ ની જગ્યાએ પહોંચે ત્યારે કરોડોનું નુકસાન થઇ જતુ હોય છે અને બીજું મશીનરી નબળી એટલે રાજકોટ થી ફાયરફાયટર આવે ત્યારે કંઈક અંશે આગ કાબુ મા આવે ત્યારે પોતની ઊભી કરેલ મિલકત નો નાશ જોવા સિવાય કોઇ રસ્તો ઉધોગકાર પાસે હોતો નથી. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ બાબતે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે.