પાલિકાના દ્વારા પ્રી-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી

મોરબી પાલિકા ચૂંટણીમાં નવા ચુટાયેલા પ્રમુખ ઉપપ્રમુખે બે દિવસ પહેલા જ ચાર્જ સાંભળ્યો હતો.ચોમાસું નજીક આવતા ઘણા સમયથી સફાઈ કામગીરીમાં રોક લાગી હતી.જે આજે નવા ચુંટાયેલા મોરબી પાલિકા ઉપપ્રમુખ ભરત જારીયાની દેખરેખ હેઠળ મોરબીના મેઈન રોડની યુધ્ધના ધોરણે સફાઈ જુંબેશ હાથ ધરવામાં આવી છે.જેમાં મોરબીના રોડ રસ્તા અને વર્ષોથી ગંદકીમાં ગરકાવ થયેલા વોકળાની સફાઈ કરવામાં આવી.સ્વચ્છ મોરબી શહેરના સપનાને સાકાર કરવા માટે પાલિકા દ્વારા સ્વચ્છતા કામગીરી શરૂ કરવામાં આવી છે.તેમજ ઉપપ્રમુખ ભરત જારીયા દ્વારા સ્વચ્છતા અભિયાનમાં વેપારીઓ અને જાહેર જનતાને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

 

Comments
Loading...
WhatsApp chat