



હળવદ નવજીવન વિકલાંગ સેવા ટ્રસ્ટ દ્વારા સમાજને ઉદાહરણ પૂરું પાડતું ચાલો બસાયે ઘર દીવ્યાંગોકા નેજા હેઠળ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી જુદા-જુદા ૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા.આ શુભ પ્રસંગે કનીરામ દાસજી મહારાજ,સંતોમહંતો,રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનવવા માટે વિરજીભાઈ,જીતેન્દ્રભાઈ જોષી,વિજયભાઈ,મયુરભાઈ,રસીલાબેન,ચેતનાબેનએ વિકલાંગ ટ્રસ્ટ હળવદ અને ભચાઉના ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી.

