

મોરબી તાલુકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલા ૩૮ મોબાઈલ શોધી કાઢી રૂ ૧૦.૩૮ લાખનો મુદામાલ પરત સોપવામાં આવ્યો હતો
મોરબી તલુકા પોલીસ ટીમ દ્વારા અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ અર્ક આઉટ કરવામાં આવ્યું હતું જેને પગલે કુલ ૩૮ મોબાઈલ કીમત રૂ ૧૦,૩૮,૮૦૦ નો મુદામાલ શોધી કાઢવામાં સફળતા મળી હતી વિવિધ કંપનીના કુલ ૩૮ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત સોપી પોલીસ પ્રજાની મિત્ર છે ઉક્તિ સાર્થક કરી હતી
