મોરબી જીલ્લામાં ૧૪ નવી માધ્યમિક શાળાઓને મંજુરી, અન્ય ૩૨ શાળાઓ માટે દરખાસ્ત મોકલવામાં આવી

 

મોરબી જીલ્લામાં વર્ષ ૨૦૨૬ થી નવા સત્રમાં કુલ ૧૪ નવી માધ્યમિક શાળાઓ શરુ કરવાની મંજુરી આપવામાં આવી છે જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્થળ તપાસ કરી હકારાત્મક અહેવાલ મોકલી દેવામાં આવ્યો હતો જેને પગલે કમિશ્નર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા ૧૪ નવી માધ્યમિક શાળાઓને મંજુરી આપવામાં આવતા વિદ્યાર્થીઓને રાહત મળી છે

 

મોરબી જીલ્લામાં મોરબી તાલુકામાં ૦૩, ટંકારામાં ૦૧, હળવદ તાલુકામાં ૦૩ અને વાંકાનેર તાલુકામાં ૦૭ એમ કુલ ૧૪ નવી માધ્યમિક શાળાઓ શરુ થતા સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને રાહત મળશે તેમજ અન્ય ૩૨ શાળાઓની દર્ખાસેત કરવામાં આવી છે જેને પણ માપદંડને આધારે મંજુરી મળવાની શક્યતા છે

Leave A Reply

Your email address will not be published.