વાંકાનેરના ઢુવા નજીક ફેકટરીમાં આગ લાગતા રાજકોટ-મોરબી સહીત ૭ ફાયર ટીમોએ કાબુ મેળવ્યો 

મોરબીની ૪, રાજકોટ- હળવદ અને વાંકાનેરની ૧-૧ ટીમોએ પાણીનો મારો ચલાવ્યો

 

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ ફેકટરીમાં બપોરના સુમારે આગ લાગતા મોરબી, રાજકોટ, હળવદ અને વાંકાનેરની છ ફાયર ટીમો દોડી ગઈ હતી અને કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં ફેકટરીમાં રહેલ રો મટીરીયલ્સ બળીને ખાખ થયું હતું

 

ઢુવા નજીક આવેલ EDICON PAPER PRODUCT નામની ફેકટરીમાં બપોરે ભીષણ આગ લાગી હતી બપોરે એકાદ વાગ્યાના અરસામાં મોરબી ફાયર ટીમને કોલ મળતા મોરબીથી એક બાદ એક ચાર ફાયર ટીમો દોડી ગઈ હતી તેમજ આગ વધુ વિકરાળ હોવાથી વાંકાનેર અને હળવદથી પણ એક એક ફાયર ટીમ સહીત કુલ છ ટીમોએ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો અને વધુ મદદની જરૂરત પડતા રાજકોટથી એક ફાયર ટીમ આવી ગઈ હતી

 

મોરબી, રાજકોટ તેમજ વાંકાનેર અને હળવદની કુલ ૭ ફાયર ટીમોએ છ કલાકથી વધુ સમય પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો આગને પગલે કોઈ જાનહાની થવા પામી નથી આગ ક્યાં કારણોસર લાગી તે પણ સ્પષ્ટ થયું નથી તેમજ ફેકટરીમાં નુકશાનીનો આંક પણ હાલ મેળવી શકાયો નથી

 

Leave A Reply

Your email address will not be published.