મોરબીના વાંકડા ગામની સીમમાં કારમાંથી ૮૦૦ લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત

 

વાંકડા ગામની સીમમાં કાચા રસ્તેથી કારમાંથી ૮૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે દેશી દારૂ અને કાર સહીત કુલ રૂ ૫.૬૦ લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે

 

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની નંબર પ્લેટ વગરની TUV 300 કારમાં દારૂનો જથ્થો ભરી માળિયાથી મોરબી તરફ આવે છે જેથી ટીમે વાંકડા ગામ પાસે વોચ ગોઠવી હતી અને કાચા રસ્તેથી કાર ઝડપી લઈને તલાશી લેતા દેશી દારૂ ૮૦૦ લીટર કીમત રૂ ૧,૬૦,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દેશી દારૂ અને કાર કીમત રૂ ૪ લાખ મળીને કુલ રૂ ૫,૬૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી કાર ચાલક મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.