



હળવદ પોલીસ ટીમે રાણેકપર ગામમાં સરપંચ પતિની દુકાનમાં રેડ કરી દુકાનમાં સંતાડી રાખેલ ૬.૮૬ લાખની કિમતનો ૧૬૩૨ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી લીધો છે અને આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસે ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાણેકપર ગામે આરોપી રાજકુમાર ઉર્ફે રાજુ નવઘણ ઉડેચાઈ કબ્જા વાળી દુકાનમાં દારૂના જથ્થાનો સંગ્રહ કરી રહ્યો હોવાની બાતમી મળી હતી બુટલેગર અને રાણેકપર ગામના અગ્રણી તથા સરપંચ પતિ રાજકુમાર ઉર્ફે રાજુ ઉડેચાની દુકાનમાં હળવદ પોલીસ ટીમે બાતમીને આધારે રેડ કરી હતી દુકાનમાં સંતાડી રાખેલ ઈંગ્લીશ દારૂની નાની મોટી કુલ બોટલ નંગ ૧૬૩૨ કીમત રૂ ૬,૮૬,૦૫૨ નો મુદામાલ મળી આવતા દારૂનો જથ્થો પોલીસે કબજે લીધો હતો આરોપી રાજકુમાર ઉડેચા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે