


મોરબી જીલ્લાના તમામ પેન્શનર ભાઈઓ અને બહેનોએ સરકાર દ્વારા ખાસ હયાતીનું લાઈફ સર્ટીફીકેટ આપવાનું હોય છે મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં દરેક પેન્શનરના ઘરે જઈને કોઈપણ ચાર્જ વગર ફ્રીમાં ડીજીટલ લાઈફ (હયાતી) સર્ટીફીકેટ કરી આપવા માટે સ્પેશ્યલ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
તા. ૧૦ જુનથી તા. ૩૧ જુલાઈ સુધી દરરોજ મોરબી મેઈન પોસ્ટ ઓફીસ ખાતે સવારે ૭ : ૩૦ થી ૧૦ : ૩૦ સુધી મેળાનુ પણ આયોજન કરવામાં આવ્યું છે મોરબી જીલ્લાના દરેક રાજ્ય સરકારના પેન્શનરો ઘરે બેઠા તેમજ મેળાનો વધુમાં વધુ લાભ લે તેમ મોરબી એમડીજી એસપીએમ વર્ષાબેન મહેતાની યાદીમાં જણાવ્યું છે