હળવદ : ગાય સાથે અથડાયા બાદ બાઈક ટ્રેક્ટર ટ્રોલી પાછળ અથડાયું, યુવાનનું મોત

 

માળિયા-ધ્રાંગધ્રા હાઈવે પર સુખપર ગામના પુલ પાસે ટ્રેક્ટર પાછળ બાઈક જતું હતું અને એક ગાય આવતા બાઈક સાથે અથડાતા બાઈક ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા ૩૯ વર્ષીય બાઈક ચાલકનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું

 

મૂળ મધ્યપ્રદેશના વતની હાલ હળવદના ધનાળા ગામે રહેતા અનીલ કૈલાશ દેવદાએ હળવદ પોલીસ મથકમાં જાહેર કરતા જણાવ્યું છે કે અનિલભાઈ પોતાનું ટ્રેક્ટર એમપી ૬૯ એ ૧૯૪૬ વાળું ટ્રોલી સાથે લઈને જતા હતા અને તેની પાછળ બાઈક જીજે ૧૨ ઇડી ૩૯૩૧ લઈને યુવાન જતો હતો માળિયા ધ્રાંગધ્રા હાઈવે પર સુખપર ગામના પુલ પાસે પહોંચતા ખાલી સાઈડમાં એક ગાય આવતી હોય

 

જે અચાનક ટ્રેક્ટર પાછળ આવતા બાઈક સાથે અથડાતા બાઈક ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાયું હતું બાઈક ચાલક પ્રવીણભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.૩૯) રહે નલીયાટીબા તા. રાપર કચ્છ વાળાને કપાળે અને નાકે ઈજા પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં યુવાનનું મોત થયું હતું હળવદ પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.