મોરબીના લખધીરવાસ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા અંગે રજૂઆત

સ્થાનિક રહીશ દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી

 

 

મોરબીના લખધીરવાસ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પાણી ભરાઈ જતા કાયમી નિકાલની માંગ સાથે રહીશ દ્વારા મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબીના લખધીરવાસ વાંકાનેર દરવાજા પાસે ભગવતી ધૂન ભજન મંડળ સામેની શેરીમાં રહેતા પીયુષભાઈ હિમતલાલ વાઢારાએ મહાનગરપાલિકામાં અરજી કરી જણાવ્યું છે કે આજથી લગભગ છેલ્લાં 6 મહિના થયાં પણ કોઈ ગટરમાંથી ગંડકી કાઢવાં કે સફાઈ કરવા માટે કે પાણીનો નિકાલ માટે કોઈ કાળજી લેવાતી નથી અને અમારા મકાન પાસેથી પસાર થતી વખતે પાણી આગળ જતું નથી ઘોર બેદરકારીના હિસાબે મરછરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને અમોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે સાહેબ અને બીજું કે ગટરની ઉપરના ભાગમાં એક કોઈ એ લાંબો ભુગરુ મુકિને બંઘ કરાવી હોય એવું અશંકા હોય તો એ પાઈપ હટાવી લેવા વિનંતી આ મુશ્કેલી અમો રહેતા હોય વર્ષો જુના અને અમારા મકાન પાસેથી નિકળતી ગટરમાંથી ગંડકી પાણી અમારાં ફરીયામા ઘુસીજયને નિકળતું નથી

જેથી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે અમારા મકાનમાં અમારા કુટુંબના કુળદેવી શ્રી રવેચી માંનો મઢ હોય અને નિવેદ થતાં હોય ત્યારે અમારે વાસણો સાફ સફાઈ કરવા માટે મુશ્કેલી આવી પડે છે. જેથી કાયમી ધોરણે કામગીરી થાય તેવી માંગણી કરી છે

 

Leave A Reply

Your email address will not be published.